Satya Tv News

YouTube player

કુમાર પ્રાથમિક શાળા બાળ પ્રદર્શન મેળો
ગણિત- વિજ્ઞાન બાળપ્રદર્શન યોજાયો મેળો
45 પ્રાથમિક શાળાઓના બાળકોએ લીધો ભાગ
બાળકોએ અલગ અલગ કૃતિ રજૂ કરી

નેત્રંગ નગરમાં આવેલી કુમાર પ્રાથમિક શાળા તાલુકા કક્ષાનો ગણિત- વિજ્ઞાન બાળપ્રદર્શન મેળો યોજાયો હતો, જેમાં નેત્રંગ તાલુકાની 45 પ્રાથમિક શાળા નાં બાળકોએ ભાગ લઈ અલગ અલગ કૃતિ રજૂ કરી હતી.

નેત્રંગ નગરમાં આવેલી સી.આર.સી કુમારપ્રાથમિક શાળા માં આજ રોજ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભરૂચ આયોજીત નેત્રંગ તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩નું આયોજન કરવા આવ્યું હતું, જેમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરાયુ હતું, જેમાં નેત્રંગ તાલુકાની 45 પ્રાથમિક શાળાનાં બાળ વૈજ્ઞાનિકો વિજ્ઞાન અને ગણિત વિષયને લગતી અલગ અલગ કૃતિ/મોડેલ રજુ કરી હતી. આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત–વિજ્ઞાન જેવા કઠિન વિષયોને કૃતિ મોડેલના માધ્યમથી સમજે, તે માટે આ બાળ પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા, પ્રોત્સાહન વધે તે માટે એસ.આર. એફ ફાઉન્ડેશન દ્વારા ઈનામ વિતરણ કરવા માં આવ્યું હતું.સ્મત કાર્યક્રમનું આયોજન બી. આર.સી સુધા વસવા તથા પ્રાથમિક શાળાનાં આચાર્ય પ્રવીણ ગોહિલ તથા શાળા પરિવાર અને સી .આર. સી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: