Satya Tv News

YouTube player

બંબુસર ગામે લુખ્ખા તત્વો બન્યા બેફામ
બંબુસર ગામના એક રીક્ષા ચાલકને મારમાર્યો
4 જેટલા લોકો રીક્ષા ચાલકને માર્યો માર
ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ અર્થે ખસેડાયો
નબીપુર પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરી

ભરૂચ તાલુકાના બંબુસર ગામે ગોચર તેમજ ગામમાં દબાણ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેની રિશ રાખી ગામના એક વ્યક્તિ દ્વારા ગુંડાઓને બોલાવી માર મરાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આજરોજ બપોરના 12 વાગ્યાના સુમારે સઈદ પોતાની રીક્ષા લઈ નબીપુર-ઝનોર ચોકડી ઉપર પેસેન્જર માટે બેઠા હતા, ત્યાં એક બલેનો અને સ્કોર્પિયો લઈ 4 જેટલા વ્યક્તિઓ પોતાના હાથમાં લાકડીઓ તેમજ ધાર્યા લઈને આવ્યા હતા. અને એકાએક સઈદ ઉપર હમલો કરી માર માર્યો હતો. મીડિયા સમક્ષ નિવેદનમાં સઈદએ જણાવ્યું હતું ,કે બંબુસર ગામમાં ગોચર તેમજ દબાણ અંગે ફરિયાદ તેઓએ ગાંધીનગર કરી હોઈ તેની તપાસ ચાલતી હોઈ તેમ દબાણ અને ગોચરની માપણીની નોટિસ આવી હોઈ જેની રીશ રાખી ગામના ફરીદ હાફેજી નામના વ્યક્તિએ 4 જેટલા લોકોને મોકલી મારમાર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે હવે નબીપુર પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે એ અત્યંત જરૂરી બનવા પામ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: