Satya Tv News

ભારતે પોતાની સૌથી ખતરનાક સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસની સપાટીથી સપાટી પરના નવા સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. થોડા મહિનાઓ પહેલાં પણ ઈન્ડિયન નેવીનાં ડિકમીશીન્ડ જહાજ પર બ્રહ્મોસ મિસાઈલથી લાઈવ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર પોતાની ટેક્નિકલ મિસાઈલોની રેન્જ વધારવામાં મહેનત કરી રહી છે. ભારતીય વાયુસેનાનાં 40 સુખોઈ-30 MKI ફાઈટર જેટ પર બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલો તૈનાત છે.

આ ટેકનિક મિસાઈલને વધુ ઘાતકી બનાવે છે સાથે ગતિ અને સટિકતા પણ પ્રદાન કરે છે. આ મિસાઈલ હવામાં પણ રસ્તો બદલી શકે છે. સરળતાથી ટારગેટને ધ્વંસ્ત કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

error: