ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ કહ્યું, “પાકિસ્તાને હજારો શહીદોના જીવ લીધા છે જેમાં ગુજરાતના પણ ઘણા શહીદો છે. પાકિસ્તાન દ્વારા સરહદ પર અવાર નવાર ભારતના જવાનો પર હુમલાઓ થાય છે. એક હાથમાં બેટ અને એક હાથમાં બંદુક ના ચાલે. મારી મુખ્યમંત્રી સમક્ષ માગણી છે કે ગુજરાતમાં મેચ ન રમવા દેવામાં આવે. ઉપરાંત જો મેચ રદ નહીં કરાય તો સ્ટેડિયમની પિચ આમ આદમી પાર્ટી દ્વારા ખોદી નાખવામાં આવશે.
આશ્રમ રોડ પર આવેલી હયાત હોટલમાં પાકિસ્તાનની ટીમ રોકાઈ છે. 11 વર્ષ પછી પાકિસ્તાનની ટીમ ગુજરાતમાં આવી છે. બીજી તરફ હાઈવોલ્ટેજ મેચના પગલે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવી દેવામાં આવશે.અમદાવાદ પોલીસે સ્ટેડિયમ અને મેચ દરમિયાન સુરક્ષા માટે 10 હજાર પોલીસ કર્મીઓને તૈનાત કર્યા છે.