Satya Tv News

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતા પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે. ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં તહેવારોની મોસમ આવી છે. ત્યારે એકસાથે ઠંડી-ગરમી, વરસાદ અને વાવાઝોડું બધુ જ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનશે. 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપ આવતા કરા સાથે વરસાદ થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 22થી 26 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિવાદ લઈ લીધી છે. ચોમાસાની વિદાય છતાં નવરાત્રીમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબરની વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈને ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે.

error: