Satya Tv News

વર્ષોથી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હોય, ત્યારે લોકોનો ઉત્સાહ આસમાને જ હોય છે. સ્ટેડિયમ પણ વર્ષો જુની પરંપરા મુજબ ખીચોખીચ ભરાઈ જતું હોય છે. તેમાં પણ આ વખતે તો મેચ અમદાવાદમાં રમાઈ રહી છે અને તે પણ વર્લ્ડ કપની મેચ. એટલે ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ બેવડાયો છે. જેને લઈને ટિકિટની માંગ વધી છે, હોટલોના ભાડા વધ્યા છે, રેલવે-ફ્લાઇટ ફૂલ છે. ત્યારે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાનની જોવા જનારા દર્શકો કઈ-કઈ વસ્તુઓ સ્ટેડિયમમાં સાથે લઈ જશે તેના વિશે આજે અમે આપને જણાવીશું. આજે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલી નક્કી કરાયેલી વસ્તુઓ જ સ્ટેડિયમની અંદર લઈ જવા દેવામાં આવશે.

ભારત-પાકિસ્તાન મેચ જોવા જનારાઓ જાણી લો

  1. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે 10.00 કલાકથી પ્રવેશ આપવામાં આવશે
  2. બપોરે 12.30 કલાકે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
  3. ૩. પ્રેક્ષકો માત્ર પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરુરી દવા મેચ દરમિયાન સાથે રાખી શકશે
  4. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સંસ્થાએ નિ:શુલ્ક પાણીની તથા મેડિકલની સુવિધા કરેલ છે
  5. તે સિવાયની કોઈ પણ વસ્તુ મેચ દરમિયાન સાથે રાખી શકાશે નહીં

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઈને ક્રિકેટરસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દેશનાં ખૂણે ખૂણેથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પેસેન્જરોનાં ટ્રાફિકને પહોંચી વળવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા નવી ફ્લાઈટો શરૂ કરવામાં આવી છે. શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે વિશ્વ કપની મેચ રમાશે. આ મેચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો ઊમટી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયા જીત મેળવી ચૂકી છે

error: