Satya Tv News

અમરેલીમાં આજે ચલાલા-ખાંભા રોડ પર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ધારગણીથી વાવડી પાસે એસટી બસએ છકડો રિક્ષાને ટક્કર મારી હતી. ગાંધીનગર કોડીનાર રૂટની એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડો રિક્ષામાં સવાર 4 માંથી બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે.

એકને સામાન્ય અને બીજાને ગંભીર ઇજા થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્તને ભાવનગર વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. મૃતદેહ ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લવાયા હતા. પોલીસ દ્વારા આ મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતકના નામ મુકેશ સવજી તથા સિકંદર હોવાનું સામે આવ્યું છે.

error: