Satya Tv News

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં એક આગવી ઓળખ મેળવી ચૂક્યો છે. લાખો લોકોને રોજગારી પુરી પાડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું હૂંડિયામણ રળી આપે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે સુરતના હીરા ઉદ્યોગને આર્થિક નુકશાન થયું છે. વેપારીઓની સાથે રત્ન કલાકારોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.પરિસ્થિતિના કારણે 30 લોકોએ આત્મહત્યા કરવી પડી છે. 20 લાખ કરતા વધુ રત્ન કલાકારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. જે સ્થિતિનું નિર્માણ થયું છે. તેના કારણે કામના કલાકો પર કાપ મુકવામાં આવ્યો છે.અત્યારથી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ક્યારે યુનિટ શરૂ થશે તેનો કોઈ સમય નિશ્ચિત નથી.

સુરતમાં 30થી વધુ રત્ન કલાકારોએ આત્મ હત્યા કરી છે. ત્યારે સરકારે ચિંતા વ્યક્ત કરી આર્થિક પેકેજની જાહેરાત કરવી જોઈએ. રત્ન કલાકારો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગણી કરીએ છીએ. વૈશ્વિક મંદીના સમયે રત્ન દીપ યોજના શરૂ કરવામાં આવી હતી,જે યોજના ફરી શરૂ કરી આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ છે. રત્ન કલાકારો આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી છે,તેવા પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર આર્થિક પેકેજ જાહેર કરે.

રત્ન કલાકારો વર્તમાન સ્થિતિમાં આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે અને આત્મહત્યા કરી રહ્યા છે. જે રત્ન કલાકારો બેરોજગાર થયા છે તેવા લોકોને આર્થિક રાહત પેકેજ જાહેર કરે. આવનારા દિવસોમાં આ પ્રશ્નો ને લઈ વિધાનસભા,સરકારમાં રજૂઆત કરીશું. જરૂર પડ્યે આ પ્રશ્ન ને લઈ રસ્તા પર ઉતરી જન આંદોલન કરવામાં આવશે.

error: