ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમે ડીમાર્ટના વેપારી અને સપ્લાયરને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. કારણ કે, ડીમાર્ટમાંથી જે ગોળ ગ્રાહકને વેચવામાં આવ્યો હતો. જે ખરાબ થઇ ગયેલો અને અખાદ્ય હતો. ગોળની એક્સપાયરી ડેટ પૂરી થઇ ગઇ હતી. જેથી ગોળની કિંમત તો માત્ર રૂપિયા 130 હતી, પરંતુ વેપારીએ તેની કિંમત 1 લાખથી વધુ ચૂકવવી પડી.