ડભોઇ તાલુકા અને શહેરમાંથી રોજના 400 થી વધુ દર્દીઓ સરકારી હોસ્પિટલ આવતા હોવાથી છેલ્લા ઘણા દિવસોથી પાણીની પાઇપલાઇન તૂટી જતા અને ગટર પણ ભરાઈ જવાથી પાણીનું રેલમ છેલ જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જ્યાં દાખલ દર્દીઓ સાજા થવા આવતા હોય ત્યાં જ ગંદકી સાથે દુર્ગંધ મારતું હોય તો દર્દીઓ સાજાની જગ્યાએ વધુ બીમાર પડે તેમ લાગી રહ્યું છે એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે, ક્યારે સરકારી દવાખાનામાં માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે.
સરકારે ગરીબો અને મધ્યવર્ગના લોકો માટે આરોગ્ય લક્ષી સરકારી હોસ્પિટલો બનાવવામાં આવી છે .જ્યાં તેઓને મફત સારવાર મળી રહે ,ત્યારે ડભોઇ સરકારી હોસ્પિટલ ખાતે ડબલ તાલુકા અને શહેરમાંથી આશરે રોજિંદા 400 ઉપરાંત દર્દીઓની અવરજવર વચ્ચે છેલ્લા ઘણા દિવસથી પાણીની પાઇપલાઇન તૂટી જવાને કારણે તેમજ ઘણા દિવસથી ગટર પણ ઉભરાઈ રહી છે. હોસ્પિટલની બહાર પાણીની રેલમ છેલ નજરે પડે છે દુર્ગંધ મારતું પાણીને કારણે ગંદકીનો સામ્રાજ્ય વધી જવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ વધુ બીમાર પડે તેમ જણાઇ આવે છે. સરકારી હોસ્પિટલના વહીવટી તંત્ર વહેલી ટકે નિરાકરણ લાવે તેવી દર્દીઓની માંગ ઉઠવા પામી છે. ત્યારે સરકાર દ્વારા સ્વચ્છતાના ભાગરૂપે સમગ્ર દેશભરમાં અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે સરકારી હોસ્પિટલ ખાતે માત્ર કાગળ પર જ જોવાઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ