Satya Tv News

ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ગરબા રમતા રમતા વધુ એકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મહેસાણાની સ્કૂલમાં ગરબા રમવા ગયેલી 23 વર્ષની યુવતીનું હ્રદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે..ફરજ પર હાજર ડોક્ટરે તેમના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા ઋચિકા શાહના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાયો છે. તો બીજી તરફ વડોદરાના પાદરામાં પણ એક યુવકનું હાર્ટ એટકના કારણે મોત થયું છે.

error: