Satya Tv News

અરવલ્લી જીલ્લામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે હજુ પણ મોતનો આંકડો વધવાની સંભાવનાં છે.

અરવલ્લી જીલ્લામાંથી પસાર થતી રતનપુર બોર્ડર પાસે ગુજરાત-રાજસ્થાન બોર્ડ પાસે બપોરનાં સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે રતનપુર પાસેની રાજસ્થાનની હદમાં અકસ્માત સર્જાયો હતો. ક્રુઝર જીપ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ક્રુઝરજીપ પલ્ટી મારી જતા આઠ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્યારે હાલ મળતી માહિતી મુજબ મુસાફર ભરેલી ક્રુઝર ગાડીની બ્રેક ફેઈલ તતા આગળ જઈ રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ત્યારે શામળાજી સારવાર માટે લવાયેલ એક મુસાફરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. રાજસ્થાન પોલીસે ઘટનાં સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.

error: