Satya Tv News

ઉત્તર ભારતમાં ફરી વાર મોટો ભૂકંપ આવ્યો છે. રવિવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમા ભૂકંપના આંચકા આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા 3.1 કરતા વધારે હતી. આ આંચકા ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ખૂબ જ જોરદાર અનુભવાયા હતા. ભૂકંપના ડરથી લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. સાંજે લગભગ 4.08 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર દિલ્હી-એનસીઆરમાં ભૂકંપની તીવ્રતા 3.1 હતી. સાંજે 4.8 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું ફરીદાબાદ હોવાનું કહેવાય છે. રવિવારે રજાના કારણે લોકો પોતાના ઘરમાં હતા, પરંતુ ધરતી ખસી જતાં જ લોકો બહાર દોડી આવ્યા હતા.

error: