આજે વહેલી સવારે દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી, આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકાના વણા ગામ નજીક એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવત બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ પોલીસની કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઈજાગ્રસ્ત લોકોમાં મોટાભાગના તાલિમ પામેલા રિક્રુટ કરાયેલા પોલીસકર્મીઓ છે. ઈજાગ્રસ્તોને મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.જિલ્લા કલેકટર, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પણ મેડિકલ કોલેજ પહોંચી ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. ડ્રાઈવરે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.ઉલ્લેખનીય છે કે એ પણ માહિતી સામે આવી છે કે બસમાં ક્ષમતા વગર પેસન્જર ભર્યા હતા. નોંધનીય છે કે સમગ્ર મામલે પોલીસે પણ તપાસ આદરી છે.