સલમાન ખાનની અવાજ હવે તેના ચાહકો અને બિગ બોસના ચાહકોને શનિવાર અને રવિવારે સંભળાશે. હવે અંદાજે 4 મહિના સુધી તમને બસ આ લાઈન સાંભળવા મળશે. સૌથી વધુ કોન્ટ્રોવર્સિયલ રિયાલિટી શો બિગ બોસ 17 શરુ થઈ ચૂક્યું છે. આ વખતે પણ સલમાન ખાને પોતાના ધમાકેદાર ડાન્સની સાથે આ સીઝનમાં એન્ટ્રી લીધી છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસની આ સિઝનમાં કાંઈક અલગ જોવા મળશે. બિગ બોસના ઘરમાં આ વખતે 3 પાર્ટમાં જોવા મળશે. જેમાં થીમ દિલ, દિમાગ અને દમ છે. પરંતુ આ નવી સીઝનને લઈ સ્પર્ધકથી લઈ કંન્ટેસ્ટન્ટ ખુબ ઉત્સાહિત છે.
બિગ બોસ 17ના ઘરમાં સૌથી પહેલા પ્રિયંકા ચોપરાની બહેન મુન્નાર ચોપડાએ એન્ટ્રી લીધી હતી, એશ્વર્યા અને નીલ ભટ્ટે ઘરમાં એન્ટ્રી લીધી, અંકિતા લોખંડે અને વિક્કી કૌશલ લીધી એન્ટ્રી,આ સિઝનમાં એક વિદેશી મહેમાને પણ એન્ટ્રી લીધી છે. નાવેદસોલ, આ સિવાય UK રાઈડરના નામથી ફેમસ પોપ્યુલર યુટ્યુબર અનુરાગ ડોભાલ, સોનિયા બંસલ, સિંગર ફિરોઝા ખાન, તહલકા ભાઈ ઉર્ફ યુટ્યુબર સની આર્યાએ પણ ઘરમાં એન્ટ્રી લીધી છે.ક્રિમિનલ વકીલ સના રઈસ ખાન અને જર્નાલિસ્ટ જિગના વોહરાએ પણ ખુબ ધમાલ મચાવી હતી. જેની મુનાવ્વર ફારુકી સાથે સારી મિત્રતા જોવા મળી હતી. આ બંન્ને સિવાય રિંકુ ધવન, અરુણ મહાશેટ્ટી પણ શોનો ભાગ છે.ઈશા માલવિયા અને અભિષેક કુમાર આ સિઝનમાં છેલ્લી એન્ટ્રી લેનારા સ્પર્ધકો બન્યા છે.
