Satya Tv News

નવાપુરના કંરજાળી ગામે રહેતા સાજન ગાવીતનો 5 વર્ષીય પુત્ર ચહલ રમતા રમતા 5 સેમીનો સ્ક્રુ ગળી ગયો હતો. જે બાદ તેને ઉલટીઓ શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તપાસ કરતા સ્ક્રુ ફેફસામાં ડાબી બાજુએ શ્વાસનળીમાં ફરાયો હોવાનું સામે આવ્યું હતું. જેથી એક પણ મિનિટની રાહ જોયા વગર માતા-પિતા સીધા ચહલને લઈને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ડોક્ટરને સમગ્ર હકીકત જણાવી હતી.જેથી તબીબોએ આ મામલાને ગંભીરતાથી લઈને બાળકને સીધો ઓપરેશન થિયટર ખાતે ખસેડ્યો હતો. ફેફસાં-શ્વાસનળી વચ્ચે સ્ક્રુ ફસાયો હોવાથી ચહલને શ્વાસમાં તકલીફ થઈ રહી હતી. જેથી માતા-પિતાની પણ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતા.

સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મહામહેનતે બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકના શરીરમાંથી સ્ક્રુ બહાર કાઢવામાં આવ્યો હતો અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. સ્ક્રુને સફળતા પૂર્વક બહાર કાઢવામાં આવતા માતા-પિતાને જીવમાં જીવ આવ્યો હતો. જે બાદ માતા-પિતાએ પોતાના બાળકનો જીવ બચાવવા બદલ તબીબોનો આભાર માન્યો હતો.

error: