આમોદ તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો સમની પ્રાથમિકશાળા માં યોજાયો હતો.તાલુકાની ૨૫ શાળાઓએ ભાગ લીધો હતો.આ તબક્કે જંબુસર ના ધારા સભ્ય ડી.કે. સ્વામી ના હસ્તે વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.વિજ્ઞાન મેળામાં લાયઝન અધિકારી જતીન મોદી,BRC આશીફ ઈ,તાલુકા ઘટક સંઘ ના પ્રમુખ દશરથ,મહામંત્રી ઇલ્યાસ,સી.આર.સી સહિત બાળ વિજ્ઞાનિકોને માર્ગદર્શન આપનાર શિક્ષકો ખાસ ઉપસ્થિત રહી બાળકો નું મનોબળ વધાર્યું હતુ.બાળવૈજ્ઞાનિકો એ બનાવેલી કૃતિઓ નું મહાનુભાવોએ નિરક્ષણ કર્યું હતુ.પાંચ વિભાગમાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન માં નિરીક્ષકોએ પરિણામ જાહેર કર્યા હતા.જેમાં આછોદ પ્રાથમિક કુમારશાળાના બાળવૈજ્ઞાનિકો એ બનાવેલ વિભાગ- બે ની એસિડ વર્ષા ની કૃતિ નો પ્રથમ નંબર આવતા ગામ અને શાળા પરિવારમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.પ્રથમ નંબર મેળવનાર બાળકો જિલ્લા કક્ષાએ ભાગ લેશેની માહિતી સાંપડી છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા.