Satya Tv News

સુરતનાં કામરેજ વિસ્તરામાં આવેલ લા પિનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં પિઝા ખાતા પહેલા ચેતી જજો. કામરેજ વિસ્તારમાં આવેલ લા પિનોઝ પિઝા શોપમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પિઝામાંથી વંદો નીકળતા ભોજનની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠ્યા છે. રોષે ભરાયેલા ગ્રાહકે રેસ્ટોરન્ટનાં કર્મચારીઓનો ઉધડો લીધો હતો. ત્યારે બ્રાન્ડેડનાં નામે પૈસા વસુલતા રેસ્ટોરન્ટમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ગ્રાહકે સોશિયલ મીડિયામાં આ બાબતનો વીડિયો વાયરલ કર્યો હતો.

Created with Snap
error: