Satya Tv News

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે 6 કલાક માટે બંધ રહેશે. મુસાફરો માટે આ મહત્વના સમાચાર છે જે વિદેશ પ્રવાસથી આવી રહ્યા હોય કે જઈ રહ્યા હોય તેમના માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. ત્યારે આ 6 કલાક કેમ એરપોર્ટ બંધ રહશે તે અંગે જણાવતા કહ્યું હતુ કે એરપોર્ટ પર મેન્ટેનન્સના કામને કારણે મુંબઈ એરપોર્ટ આજે 6 કલાક બંધ રહશે.એરપોર્ટ બંધ કરવાનો સમય સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો છે. મુંબઈ એરપોર્ટ પર બે રનવે પર મેન્ટેનન્સનું કામ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈપણ વિમાન ઉડશે નહીં. તેઓએ એરલાઇન અને અન્ય સંબંધિત લોકોને આ કામ વિશે 6 મહિના અગાઉ જાણકારી આપી દીધી હતી.

મુંબઈ એરપોર્ટ પર દરરોજ 900 વિમાન ઉડે છે. આવી સ્થિતિમાં, તમે અંદાજો લગાવી શકો છો કે એક દિવસમાં કેટલા લોકો અહીંથી આવતા-જતા હશે. આવી સ્થિતિમાં જો ફ્લાઈટ્સ પર 5 કલાક માટે બ્રેક લગાવવામાં આવે તો શું સ્થિતિ હશે? આવી સ્થિતિમાં એરપોર્ટે મુસાફરો પાસેથી સહયોગ માંગ્યો છે.

error: