Satya Tv News

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સાથે જ ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમત છે અને કેટલાક અસહમત છે. તેમણે કહ્યું કે, કોર્ટ કાયદો ન બનાવી શકે. પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે.

સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી રહી છે. સુપ્રીમ કોર્ટની 5 જજની બેંચનો નિર્ણય વિભાજિત છે. CJI DY ચંદ્રચુડે પહેલા પોતાનો ચુકાદો આપ્યો અને ગે લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો. CJIએ કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. જોકે, CJIએ ગે કપલને બાળક દત્તક લેવાનો અધિકાર આપ્યો છે. CJIએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિકો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

સમલૈંગિકતા એ એક પ્રાકૃતિક ઘટના છે જે ભારતમાં સદીઓથી ચાલતી આવે છે. તે ફક્ત શહેરી વિચારધારા નથી.એક સમિતિની રચના થવી જોઈએ જે સમલૈંગિક યુગલોને રાશન કાર્ડમાં પરિવાર તરીકે સામેલ કરવા, જોઈન્ટ બેંક ખાતા માટે નોમિનેશન, પેન્શન સંબંધિત અધિકારો સુનિશ્ચિત કરવા, ગ્રેચ્યુઈટી વગેરે મુદ્દાઓ પર વિચાર કરી નિયમ તૈયાર કરે.બાળક દત્તક લેવા પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે, અપરિણીત યુગલોને દત્તક લેતા અટકાવતી જોગવાઈઓ ન હોવી જોઈએ તે અનુચ્છેદ 15નું ઉલ્લંઘન કરે છે. આ સિવાય તે સમલૈંગિક યુગલો સાથે પણ એક પ્રકારનો ભેદભાવ કરે છે.

error: