Satya Tv News

વડોદરાના નવલખી મેદાનમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. ગ્રાઉન્ડમાં ગરબા માટેની લાઈટિંગ માટે બાંધવામાં આવેલા થાંભલા પર ગળેફાંસો ખાઈને એક યુવકે જીવન ટૂંકાવી દીધુ છે. આપઘાત કરનાર વ્યક્તિ કોણ છે તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. સમગ્ર મૃતકની ઓળખ મેળવવા માટેની તજવીજ શરુ કરી છે.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 20 ફૂટ ઊંચાઈ પર લટકી રહેલા મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને રાવપુરા પોલીસને જાણ કરી હતી. આ વ્યક્તિએ કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે જાણવા હવે રાવપુરા પોલીસ તપાસ ચલાવી રહી છે.

error: