ડભોઇને દર્ભાવતી બનાવવાના પ્રયાસ તરફ અગ્રેસર,ડભોઇ નગરના નાગરિકો અને વેપારીઓની લાગણી અને માગણીને માન આપીને હાલ શાકમાર્કેટ મોટીબાગ ખાતે થી શાકમાર્કેટ આશરે 8 થી 10 વર્ષ પહેલા હતું. ત્યાં પુનઃ તેની મૂળ જગ્યા પર એટલે કે લાલ બજાર તળાવની પાળે તારીખ 17 મી ઓક્ટોબર થી છૂટક શાકભાજી ફરીથી જૂની જગ્યા પર શાકભાજીનું માર્કેટ ચાલુ કરવામાં આવતા બજારના મૂળ ધંધા વેપારો ધમધમી ઉથશે ,અને વર્ષોથી મોટી બાગ નજીકના સમયમાં વડીલો વૃદ્ધો માટેનો મોતીબાગ પુનઃ બગીચા તરીકે પ્રસ્થાપિત થશે. તમામ શાક માર્કેટના વેપારીઓનો નગરની જનતા તેમજ નગરના નગરજનોનો સહયોગ આપવા બદલ ધારાસભ્ય શૈલેષ મહેતા અને નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ તથા ચીફ ઓફિસર જય કિશન તડવી દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
ડભોઇ શાક માર્કેટ તેની જૂની જગ્યાએ તળાવ પર પૂનઃ શરૂ થતાં શાકભાજી ખરીદી કરવા આવતા નગરજનો ખાસ કરીને મહિલાઓમાં ખુશી જોવા મળી હતી.તળાવ ખાતે બજાર શરૂ થતાં જ પહેલા દિવસથી શાકમાર્કેટમાં ઘરાકી જોવા મળી હતી.જેના કારણે શાક માર્કેટના વેઓરીઓમાં ખુશી જોવા મળી હતી.છેલ્લા ઘણા સમય થી શાકમાર્કેટ તેની જગ્યાએ પરત લાવવા વાતો થઈ રહી હતી.પરંતુ નવનિયુક્ત પ્રમુખ બીરેન શાહે ચાર્જ સંભાળતા જ પડતર પ્રશ્નો નું નિરાકરણ લાવવા ઝુંબેશ હાથ ધરી ગામના હિત માટે વિકાસ કાર્યો ઝડપ થી શરૂ કરતાં ફક્ત એક અઠવાડિયા જેટલા સમય શાકમાર્કેટની જૂની જગ્યા ની સાફસફાઈ કરાવી શાક માર્કેટ એસોસિએશનના હોદેદારો સાથે મિટિંગ યોજી જગ્યા ફાળવણી કરવામાં આવી અને શાક માર્કેટને તેની જૂની જગ્યાએ પુનઃ ધબકતું કર્યું .આ કાર્યમાં ડભોઇ નગરપાલિકા સ્ટાફ ઉપરાંત સફાઈ કર્મીઓની દિવસ રાતની મહેનત રંગ લાવી અને સમય મર્યાદામાં શાક માર્કેટ રાબેતા મુજબ શરૂ કર્યું.ડભોઇની મધ્યમાં શાકમાર્કેટ ફરી શરૂ થતાં બજારના વેપારીઓ પણ ખુશ જોવા મળ્યા હતા.તેમજ બજારમાં રોનક જોવા મળી હતી.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ