જિલ્લા,તાલુકાઓમાં ઉજવાય છે અમૃત મહોત્સવ
તાલુકાના 46 ગામથી મંગાવી માટી
ભારતને આત્મ નિર્ભર બનાવવા લીધી પ્રતિજ્ઞા
હાંસોટ આઝાદી કા અમૃત મહોત્સવ મારી માટી મારો દેશ મહોત્સવ અંતર્ગત હાંસોટ તાલુકાના 46 ગામોની માટી લઈને હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત ભાજપના કાર્યકરો તથા મહાનુભાવો પંચાયત કચેરીના પટાંગણમાં પહોંચી ભારતને આત્મ નિર્ભર બનાવવા પ્રતિજ્ઞા લીધી હતી
દિલ્હી ખાતે નિર્માણ અમૃત વાટીકામાં ઉપયોગમાં લેવા માટે ગુજરાતના દરેક જિલ્લા તથા તાલુકામાં મારી માટી મારો દેશ અંતર્ગત અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે .તેના ભાગરૂપે હાંસોટ તાલુકાના 46 ગામથી માટી મંગાવી હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત ભાજપના કાર્યકરો તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હાંસોટ મામલતદાર કચેરી ખાતેથી હાથમાં માટીની માટલી લઈ તાલુકા પંચાયત કચેરીના પટાંગણ સુધી પગપાળા પહોંચ્યા હતાં.અને ત્યાં હાથમાં માટી લઈ ધારાસભ્ય ઇશ્વર સિંહ પટેલ સહિત તમામ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. કે ભારતનાં 2047 સુધી આત્મ નિર્ભર બનવાના સપનાને સાકાર કરીશું ગુલામીની માનસિકતાને જડમૂળથી બહાર કાઢીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું ભારતની એકતાને સુદ્રઢ કરીશું અને દેશની રક્ષા કરવાવાળા વીરોનું સન્માન કરીશું .અને દેશના નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશુ. આ પ્રસંગે તલાટી કમ મંત્રઓ,આંગણવાડી વર્કર બહેનો,તાલુકાના શિક્ષકો તથા દરેક ગામના સરપંચો,આગેવાનો,મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફર બનાવ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ પીરુ મિસ્ત્રી સાથે હેમંત ચાસીયા સત્યા ટીવી હાંસોટ