Satya Tv News

ગ્રા.પં.દ્વારા ગેરકાયદેસર રૂ.ઉઘરાણી કરતા વિવાદ
લારી ધારકો પાસે રૂ.ઉઘરાણીની ફરિયાદ ઉઠી
પ્રદેશ મહામંત્રીને રજુઆત કરતા સ્થળ મુલાકાત કરી
વિવાદ મામલે શુ કહી રહ્યા છે સરપંચ તે સાંભળો

રાજ્યસરકારની જગ્યામાં ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાણી કરતા વિવાદ વકર્યો છે. લારી-ગલ્લા ધરકોએ ગુજરાત પ્રદેશ મહામંત્રી દર્શન નાયકને રજુઆત કરવામાં આવતા સ્થળ મુલાકાત કરી હતી. ગેરકાયદેસર રૂપિયા ઉઘરાણી બાબતે પોલીસ તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆતની તૈયારી બતાવવામાં આવી છે. સ્થાનિક સત્તાધીશો પણ પોતાના બચાવમાં આવ્યા છે.

સુરત જિલ્લાના કીમ ગામે વિવાદનો વંટોર ઉભો થયો છે. કીમ ગામે રેલ્વે ઓવરબ્રિજ આવેલો છે. જે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના હસ્તક છે. પરંતુ છેલ્લા ઘણા દિવસ થી બ્રિજ નીચે વ્યાપાર માટે ઉભા રહેતા સંખ્યાબંધ શાકભાજી, ફ્રૂટ, ચા નાસ્તાની લારી ધારકો પાસે રૂપિયા ઉઘરાણીની ફરિયાદ ઉઠવા પામી છે. કીમ ગ્રામ પંચાયત, તેમજ વિકાસ સમિતિના સભ્ય દ્વારા સફાયનું બહાનું આગળ ધરીને ૩૦ રૂપિયાથી લઈને ૧૦૦ રૂપિયા જેટલું રૂપિયાનું લારી દીઠ ઉઘરાણી કરવામાં આવી છે. રોજ કમાયને રોજ પેટયું રડતા નાના લારી ધારકોને ધમકી આપવામાં આવતી હતી, કે જૉ રૂપિયા નહિ આપો તો અહિયાથી લારી ઉઠાવી લઈશું. અને પોલીસમાં પકડાવી દઈશું. જોકે આજ બાબતે લારી ધારકોએ રૂપિયા ઉઘરાણી કરતા સભ્યો પાસે રસીદ ની માગણી કરી તો રસીદ એક સાથે મળશે તેમ જણાવ્યું હતું. અમારી પાસે બધીજ પરમિશન છે. એટલે પૈસા તો આપવા જ પડશે. રૂપિયા આપવા છતાં રસીદ ન આપતા અંતે લારી ધારકો અકરાયા હતા. આવો સાંભળીએ શુ કહી રહ્યા છે તેઓ..

છેલ્લા ૧૦ દિવસ થી ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાણી કરી રસીદ ન આપતા સભ્યોની દાદાગીરી સામે એક એક કરતા બધાએ સવાલો ઉભા કર્યા. પરમિશનના કાગળો અને રસીદની માંગણી કરતા ઉઘરાણી કરતા સભ્યો મુંઝવણમાં મુકાયા. કારણે રાજ્ય સરકાર ની જગ્યા માંથી કીમ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા કોઈ પણ પ્રકારના ટેન્ડરિંગ કે પરમિશન વગર પઠાણી રીતે રૂપિયા ઉઘરાણીની શરૂ કરી હતી. માર્ગ મકાન ખાતાના અધિકારીઓને ઓન ટેલીફોન રજુઆત કરી તો તેઓએ રૂપિયા ઉઘરાણી માટે કોઈ પ્રકારની પરમિશન આપી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજ બાબતે લારી ધારકો દ્વારા સહકારી, સામાજિક અને રાજકીય આગેવાન ગુજરાત પ્રદેશ કોંગ્રેના મહામંત્રી દર્શન નાયક ને ફરિયાદ કરી હતી. દર્શન નાયક પોતાની ટિમ સાથે કીમ ગામે આવેલ બજારમાં લારી ધારકો સાથે મુલાકત કરી તેઓની ફરિયાદ સાંભળી હતી. લારી ધારકો સાથે તેઓ કીમ પોલીસ મથકે પહોચ્યા હતા. જેમાં પોલીસ ને પણ રજુઆત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ જણાવાયું હતું કે ગેરકાયદેસર રીતે ધાકધકમી, દાદાગીરી કરી ને કોઈ રૂપિયા ઉઘરાણી કરતું હશે તો ફરિયાદ કરશે તો કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે આગેવાન દર્શન નાયક દ્વારા પણ ગેરકાયદેસર રૂપિયા ઉઘરાણી બાબતે પોલીસ થી લઈને ઉચ્ચકક્ષાએ ફરિયાદની તૈયારી બતાવી છે.

મહત્ત્વ નું છે કે જ્યારે મીડિયા દ્વારા સમગ્ર મામલે જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણ પટેલને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પ્રતિક્રિયા આપતા ટ્રાફિક અને સફાઈનું બહાનું આગળ ધરતા જણાવ્યું હતું કે, કેટલાક લોકો સ્વચ્છતા રાખતા નથી તેમજ ઘણા લોકો બે ત્રણ લારીઓ મૂકીને ભાડું વસુલાત કરે છે. સફાયનો ખર્ચ વધુ છે. ત્યારે સમગ્ર વિવાદ મામલે ગામના સરપંચ શુ કહી રહ્યા છે એ પણ સાંભળો.

મહત્વનું છે કે સફાય અને ટ્રાફિકનું બહાનું આગળ ધરીને ધાક ધમકીઓ આપી રૂપિયા ૩૦ થી લઈ ને ૧૦૦ રૂપિયા સુધીનું ગેરકાયદેસર રીતે રૂપિયાની ઉઘરાણી થઈ ચૂકી છે તે સત્ય હકીકત છે. ત્યારે આગામી દિવસો કેવા પ્રકારની કાર્યવાહી કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે છે તે પણ મહત્વ નું સાબિત થશે.

વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત

error: