Satya Tv News

હીરા ઉધોગકારો માટે મહત્વના સમાચાર
લેબગ્રોન ડાયમંડ કંપની નાદારી
ઉધોગકારો માટે વેપારીઓમાં જાગી આશા

સુરતમાં હીરા ઉધોગમાં મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હીરા ઉધોગકારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની લેબગ્રોન ડાયમંડ કંપનીએ નાદારી નોંધાવતા દેશના હીરા ઉદ્યોગ માટે વેપારની એક નવી આશા જાગી છે..

હાલ ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. સુરતનો મુખ્ય ઉદ્યોગ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ છે ,ત્યારે હીરા ઉદ્યોગના ધંધામાં મંદીનો માહોલ દેખાતા ઉદ્યોગોના માલિકો અને રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી થઈ છે, ત્યારે હીરા ઉદ્યોગ માટે એક નવા સમાચાર સામે આવ્યા છે .અમેરિકાની લેબગ્રોન ડાયમંડ કંપનીએ નાદારી નોંધાવતા દેશના હીરા ઉદ્યોગ માટે વેપારની એક નવી આશા જાગી છે..આપણે જાણીએ છીએ તેમ રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈ હીરાના ઉદ્યોગ પર માઠી અસર દેખાઈ રહી છે, ત્યારે અમેરિકાની એક લેબગ્રોન ડાયમંડ કંપનીએ નાદારી નોંધાવતા હીરા ઉદ્યોગકારો આ ઘટનાને હકારાત્મક અભિગમ આપી રહ્યા છે, ત્યારે આવો સાંભળીએ આ મામલે જી.જે.ઈ.પી.સી.ના ચેરમેન વિપુલ માંગુકિયા શું કહી રહ્યા છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: