Satya Tv News

OYO હોટલમાંથી ચોંકાવનારી ઘટના
યુવકે યુવતીને ચપ્પુના ઘા માર્યાની ઘટના
ઘટના પહેલાના સીસીટીવી આવ્યા સામે
યુવતીનું ચોંકાવનારું નિવેદન
પુણા પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં ડી.આર વર્લ્ડની ઓયો હોટલમાં યુવકે યુવતીને ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારે યુવતીને હાલ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને યુવકની પુણા પોલીસે કરી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

OYO હોટલના રૂમમાં યુવતી અને નિલેશ સોંડાગર નામનો યુવક ગયો હતો. તે દરમિયાન બૂમાબૂમના અવાજ આવી રહ્યાં હતાં. જેથી આસપાસથી સ્ટાફ સહિતના લોકો ત્યાં દોડી આવ્યાં હતાં. જો કે, યુવતીના ગળાના ભાગે ચપ્પુના ઘા હોવાથી લોહી વહી રહ્યું હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે યુવકને પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવકે કહ્યુ કે, ‘યુવતીએ જાતે જ પોતાના ગળા પર ચપ્પુ મારી દીધું હતું.’ જો કે, હાલ પોલીસે યુવકને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. યુવક અને યુવતી વચ્ચે શું સંબંધ હતા તથા શા માટે હુમલો કર્યો કે પછી યુવતીએ શા માટે પોતાનું ગળું કાપવા પ્રયાસ કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ ઘટનાને લઈ સુરત પોલીસ ફરી એક વખત દોડતી થઈ છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: