એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો. જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપીને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા.
નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહે પારિવારિક કારણ આપી રાજીનામું આપી દીધું છે. સરકાર દ્વારા હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. સંભવત આગામી થોડાક સમયમાં તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવશે. જે બાદ શિક્ષણ બોર્ડમાં નવા ચેરમેનની નિમણૂક થશે.