Satya Tv News

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં કુમળી વયના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ એક બાળક દ્વારા જ થયો છે. હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક છે જેણે ઈજાગ્રસ્ત 10 વર્ષના બાળકને ચપ્પુનો ઘા ઝીકી દેતા બાળકની હાલત નાજુક બની છે. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.ઈજાગ્રસ્ત બાળકનું નામ આદિત્ય કુલદીપ શર્મા છે.જે પાંડેસરા વિસ્તારમાં આવેલ તેરેનામ ચોકડી પાસે જય અંબેનગરમાં રહે છે. વેલ્ડર કુલદીપ શર્માનું નિવેદન લઈ પાંડેસરા પોલીસે ઘટનાની આગળની તપાસ હાથધરી છે.

તકરાર પ્રેમ પ્રકરણની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. પરિચિત છોકરી સાથે વાતચીત કરવા જેવી નાનકડી બાબતમાં ઘટનાને અંજામ અપાયો હતો.પાંડેસરા પોલીસે ચપ્પુનો ઘા ઝિકનાર 13 વર્ષીય એક કિશોરની અટકાયત કરી છે.

error: