છોટા ઉદેપુરના પાવીજેતપુરમાં સરકારી ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી. તાલુકા સેવાસદનની કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરી હતી.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે આગ લાગી ત્યારે કોઈ હાજર ન હોવાને કારણે જાનહાની થઈ નહોતી. જો કે આગ લાગતાની સાથે લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી. જો કે હાલ તો આગ લાગવાને કારણે કેટલુ નુકસાન થયુ તે કહી શકાય નહીં.