Satya Tv News

હમાસ સામે યુદ્ધ લડતા ઇઝરાયેલને લઇને શરદ પવારના નિવેદન પર વિવાદ ઉભો થયોછે. સત્તાધારી ભાજપના નેતાએ એનસીપી સુપ્રીમો પર પ્રહાર કર્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શરદ પવારને જવાબ આપ્યો છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને પીયૂષ ગોયલ જેવા નેતાઓએ પણ પવારને સલાહ આપી છે. હિમંતા સરમાએ કહ્યું કે શરદ પવારે પોતાની દીકરી સુપ્રિયા સુલેને હમાસ માટે યુદ્ધ લડવા મોકલવી જોઇએ.

ગડકરીએ કહ્યું, “હું શરદ પવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનની ટિકા કરૂ છું, જેમાં તેમણે પીએમ મોદી દ્વારા ઇઝરાયેલમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાની સ્પષ્ટ નિંદા પર સવાલ ઉઠાવ્યા છે. ભારત ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ પ્રકારના આતંકવાદ વિરૂદ્ધ સતત ઉભુ રહ્યું છે. પીએમ મોદી દ્વારા ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાની નિંદા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા પ્રત્યે અમારી અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”

ગડકરી વિશે કહેવામાં આવે છે કે તેમના તમામ પક્ષના નેતાઓ સાથે સારા સંબંધ છે. ક્યારેક તે બીજાની જેમ આ રીતની ટિકા કરતા નથી. જોકે, ઇઝરાયેલના મુદ્દા પર તેમણે શરદ પવારના નિવેદનનો વિરોધ કર્યો છે. ગડકરીએ કહ્યું, “રાષ્ટ્રીય સુરક્ષા એક સર્વોપરિ ચિંતા છે અને જ્યારે આપણા રાષ્ટ્રની ભલાઇની રક્ષાની વાત આવે છે તો એકતા અને સહમતિ હોવી જોઇએ.” ગડકરીએ કહ્યું, “સ્થિતિની ગંભીરતાને રાજકીય કે વ્યક્તિગત નિવેદન છતા, આતંકવાદ વિરૂદ્ધ એક સાથે આવવાની જરૂર છે.”

એનસીપીના પ્રમુખ શરદ પવારે મુંબઇમાં પાર્ટી કાર્યકર્તાઓની એક સાર્વજનિક સભાને સંબોધઘિત કરતા ઇઝરાયેલ-ગાઝા યુદ્ધના મુદ્દા પર ભારત સરકારના વલણને લઇને કહ્યું હતું, મને નથી લાગતું કે ભારત સરકાર ઇઝરાયેલનું 100 ટકા સમર્થન કરી રહી છે. જો ભારત સરકારના ઓફિશિયલ નિવેદનને જોઇએ તો ભારત સરકાર 100 ટકા ઇઝરાયેલ સાથે નથી. આ મામલે કંઇ પણ નિર્ણય લેતા સમયે સરકારે અફઘાનિસ્તાન, ઇરાન, યૂએઇ અને ગલ્ફ દેશોને નજરઅંદાજ ના કરવા જોઇએ. શરદ પવારે કહ્યું હતું કે એનસીપીનું વલણ સ્પષ્ટ હોવું જોઇએ. અમે તેમની સાથે ઉભા છીએ, જે લોકો મૂળ રીતે તે ભૂમિના હતા.

error: