Satya Tv News

કર્ણાટકની રાજધાની બેંગલુરુ માં બુધવારે એક કેફેમાં આગ લાગી હતી. આ અકસ્માત કેફેના ચોથા માળે થયો હતો. આ કેફે બેંગલુરુના જે વિસ્તામાં આવેલું છે ત્યાં જ હાલ પાકિસ્તાન ની ક્રિકેટ ટીમના ખેલાડીઓ રોકાયા છે અને ઘટના જ્યારે બની ત્યારે વર્લ્ડ કપ મેચ પહેલા ઓકિસ્તાની ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.કેફેમાં લાગેલઈ આગ બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગના ગોળા જેવો વિસ્ફોટ કેફેને ઘેરી વળ્યો હતો. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓએ જણાવ્યું કે, અમને શંકા છે કે આગ રસોડામાં લાગી હતી.

પોલીસે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી. કાફેનો એક કર્મચારી ઘાયલ થયો હતો. તેને સરકારી દવાખાને લઈ જવાયો હતો. બેંગલુરુ દક્ષિણ ટ્રાફિક પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને સાત ફાયર ટેન્ડરોની અવરજવર માટે ટ્રાફિકને સરળ બનાવ્યો છે.

error: