Satya Tv News

સિનેમાઘરોમાં પઠાણ બાદ જવાન અને જેલર જેવી ફિલ્મોની ઓપનિંગે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મોએ સિનેમાઘરોના સારા દિવસો જોવા મળી રહ્યા છે. ફિલ્મ માટે ચાહકોની આતુરતા જોવા મળી હતી. હાલમાં સાઉથ ફિલ્મ લિયો રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝ પહેલા જ પઠાણના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. હવે રિલીઝની સાથે જ થલાપતિ વિજયની ફિલ્મ લિયોનું તોફાન જોવા મળી રહ્યું છે.

તમિલની આ ફિલ્મે પહેલા જ દિવસે બમ્પર ઓપનિંગ કરી ચાહકોના હોશ ઉડાડી દીધા હતા. આ ફિલ્મનું કલેક્શન જાણ્યા બાદ શાહરુખ ખાનથી લઈ રજનીકાંત સૌ કોઈના હોશ ઉડી ગયા છે. વિજયની ફિલ્મ રિલીઝ પહેલા ખુબ ચર્ચામાં આવી હતી. જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. વિજયના ચાહકોએ તેને નિરાશ કર્યા નથી.

જો વાત કરીએ ફિલ્મના પહેલા દિવસની કમાણીની તો મળતી જાણકારી અનુસાર થલાપતિ વિજયની લિયો ફિલ્મે 68 કરોડની શાનદાર ઓપનિંગ કરી છે. વર્લ્ડવાઈડની વાત કરીએ તો લિયોએ પહેલા જ દિવસે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. આ સાથે આ ફિલ્મે રેકોર્ડ પણ બનાવ્યો છે. લિયો હવે તમિલ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણે ધમાકેદાર વાપસી કરી હતી. આ ફિલ્મ શાહરુખ ખાનના કરિયરની સૌથી હિટ ફિલ્મ રહી હતી. પઠાણે ઓપનિંગ ડે પર 55 થી 56 કરોડ વચ્ચેનો કારોબાર કર્યો હતો. જે એક મોટો આંકડો માનવામાં આવ્યો હતો પરંતુ હવે આ ફિલ્મનો રેકોર્ડ સાઉથની ફિલ્મ લિયોએ તોડી નાંખ્યો છે. લિયો ઓપનિંગ કલેક્શન મામલે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણથી આગળ નીકળી ગઈ છે.

error: