Skip to main content

Satya Tv News

હૈદરાબાદમાં પેટ્રોલ પંપ પર લાગેલી લાંબી કતારથી કંટાળીને Zomatoનો ડિલિવરી બોય ઘોડા પર બેસીને ભોજન પહોંચાડવા નીકળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઝોમેટો બેગ લઈને ઘોડા પર બેઠેલા એક વ્યક્તિને જોઈને રસ્તા પર જતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક લોકોએ તેને સવાલો પણ કર્યા.લોકોએ ડિલિવરી બોયને ઘોડા પર ભોજન પહોંચાડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે 3 કલાક પેટ્રોલ પંપ પર ઊભો રહ્યો, પરંતુ પેટ્રોલ ન મળ્યું. ટ્રક ડ્રાઈવરોની હડતાળને કારણે સોમવારે દેશભરમાં પેટ્રોલ સપ્લાય પ્રભાવિત થયો હતો.

error: