Satya Tv News

પહેલા UPI પેમેન્ટ માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આ નવા નિયમો હેઠળ NPCI અને RBIએ આ મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી છે. જો કે, આ સુવિધા માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના જ ટ્રાન્ઝેક્શનમાં મળશે. આ સુવિધા UPI પેમેન્ટ એપ યુઝર્સ માટે 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. આ માટે NPCIએ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને એડવાઈઝરી જારી કરી છે.

ટ્રાન્ઝેક્શનની સુવિધા વધારવા માટે NPCI પહેલા મર્ચન્ટ વેરિફિકેશન કરશે. આ પછી, મર્ચન્ટ પેમેન્ટ મોડ તરીકે UPI ને ઈનેબલ કરવું જરૂરી રહેશે. છેલ્લી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં, આરબીઆઈએ 5 લાખ રૂપિયાની ચુકવણી મર્યાદાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના કારણે Paytm, Google Pay અને PhonePe જેવી પેમેન્ટ એપને ફાયદો થશે.

UPI નો ઉપયોગ કરીને કરવામાં આવેલ રૂ. 2,000 થી વધુના અમુક વેપારી UPI ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા ઇન્ટરચેન્જ ચાર્જ પણ લાગશે. રિપોર્ટ અનુસાર ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના વધતા જતા મામલાઓને ઘટાડવા માટે જે લોકોએ પહેલા ટ્રાન્ઝેક્શન કર્યું નથી તેમના માટે રૂ. 2,000 થી વધુના પહેલા પેમેન્ટ માટે ચાર કલાકની સમય મર્યાદા હશે. તે જ સમયે, ટૂંક સમયમાં UPI યુઝર્સ ‘ટેપ એન્ડ પે’ સુવિધાને સક્રિય કરી શકશે. જો કે, તે હજુ પણ સત્તાવાર છે.

error: