અમદાવાદમાં પાલડી ખાતે એક સોસાયટીમાં 2 પાડોશીઓ વચ્ચે કૂતરાને ખવડાવવા બાબતે ઝઘડો થયો હતો. જે મામલે રહીશ દ્વારા અરજી કરી રજૂઆત કરી હતી કે, સોસાયટીમાં રખડતા કૂતરાની સંખ્યા વધી ગઈ છે. તેમજ સોસાયટીમાં રહેતા એક રહીશ દ્વારા સવાજ-સાજં કૂતરાને ભેગા કરી ખાવાનું આપે છે. ત્યારે રહીશની આ ટેવનાં કારણે બાળકો, વૃદ્ધો, મહિલાઓને પરેશાની થતી હોવા બાબતે રજૂઆત કરી હતી. ત્યારે પોલીસની સમજાવટ બાદ પણ વ્યક્તિ ન સમજતા સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો.
વહેલી સવારે બાળકો તેમજ વૃદ્ધોની પાછળ કૂતરા પડતા હોઈ તેમની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ સોસાયટીમાં વૃદ્ધોને બેસવા માટે મુકેલા બાંકડા પર કૂતરા બેસી રહે છે તેમજ ગંદકી પણ કરે છે. આ બાબતે અનેક વખત સોસાયટીનાં રહીશને અનેકવાર સમજાવવા છતાં પણ તે ન માનતા અને કૂતરાને ખવડાવવાનું ચાલુ રાખતા આ બાબતે કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી હતી.હાઈકોર્ટ દ્વારા કૂતરાને ખવડાવનાર રહીશ તેમજ કોર્પોરેશનનાં વોર્ડનાં કર્મચારીને પણ 3 દિવસમાં સોસાયટી સાફ કરવાની સજા ફરમાવી છે. તેમજ મનપાને પણ હાઈકોર્ટે તાત્કાલિક શ્વાનને પકડવા આદેશ કર્યો છે.