અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પર આવેલ એક હોટલમાં માથાકૂટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગાંધીનગર રીંગરોડ પર આવેલી ગપ્પા ગાર્ડન હોટલમાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને સિટુ તથા તેના સાગરીતોએ હુમલો કયો હતો. જેમાં હોટલના કર્મચારી સાથે ગાળાગાળી કરવાનીના પાડતા યુવક પર હુમલો કર્યો હતો. આ સાથે યુવકને પિસ્ટલ બતાવી ધમકી આપી છરી વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. હોટલમાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને સિટુ તથા તેના સાગરીતોના હુમલાની ઘટના બાદ ફરિયાદ નોંધાઈ છે. ધમા બારડે પિસ્ટલ બતાવી સિટુ બાપુનગર અને કેતન ચપ્પલ એ છરી વડે હુમલો કર્યો હતો. આ સાથે અન્ય 8 આરોપી એ ધોકા અને પાઈપ વડે હુમલો કરી સોનાના ચેન લૂંટી લીધી હતી. મહત્વનું છે કે, 8 લાખની 16 તોલાની ચેન લૂંટી જતા ડભોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.