Satya Tv News

ડભોઇ તાલુકાના કનાયડા ગામે આવેલી પ્રાથમિક શાળા નું મકાન છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત થઈ ગયું હતું. વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ પડતી હતી. અને માત્ર પાંચ ઓરડા હતા .તે અંગે વિકાસ પુરુષ ધારાસભ્ય શૈલેષ મહેતાને ગ્રામજનોને રજૂઆત કરતા પ્રથમ પાંચ ઓરડા માટે 55 લાખ ફારવવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતું ન હતું. જેથી કરી 5 ની જગ્યાએ 8 ઓરડાનો એસ્ટીમેન્ટ કાઢી રૂપિયા એક કરોડના ખર્ચે મંજૂર કરતા આજ રોજ ધારાસભ્ય હસ્તે મહાનુભવાની ઉપસ્થિતિમાં નવીન શાળા બનાવવા માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

ડભોઇ તાલુકાના કનાયડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ઘણા વર્ષોથી વિવાદમાં હોય બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા શાળાનું મકાન જર્જરીત હાલતમાં હોવાને કારણે શિક્ષકો દ્વારા ખુલ્લામાં ભણાવતા હતા આ અંગે ગ્રામજનો ધારાસભ્ય શ્રી ને રજૂઆત કરતા પ્રથમ પાંચ ઓરડા રૂપિયા 55 લાખના મંજુર કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ પણ કોન્ટ્રાક્ટર ભાવને લઈને ટેન્ડર ભરતાં ન હતા ત્યારબાદ ધારાસભ્યશ્રીએ તેમાં ફેરફાર કરી આઠ ઓરડા સાથે 1 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવતા જે આજે સરસ્વતી ધામ પ્રાથમિક શાળાનું ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા હશે બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓએ વાલીઓની વારંવાર ફરિયાદને લઈને તાત્કાલિક ધોરણે નવીન શાળા બનાવવા માટે અને બાળકો તેમાં શિક્ષા પ્રાપ્ત કરે વહેલી તકે આ નવીન શાળા ઉભી થાય અને તેમાં બાળકો શાળામાં અભ્યાસ કરતા થાય અને તેઓ આ શાળામાંથી સારું શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષકો ડોક્ટર એન્જિનિયર સારા નેતા પેદા થાય અને ગામનું અને ડભોઇ નું નામ રોશન કરે તેઓની કારકિર્દી ખૂબ સુંદર થાય તે માટે શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ભાજપ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ મહામંત્રી સુખદેવભાઈ પાટણવાડીયા બાપાલાલ પટેલ તથા તાલુકા પંચાયત પ્રમુખ અને સરપંચ શ્રી અને બીઆરસી સી.આર.સી કો-ઓર્ડીનેટર તેમજ ભાજપના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યશ્રીનો તેમજ સરકારનો આભાર માન્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: