Satya Tv News

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરોડપતિ ચોરની ધરપકડ કરી હતી. આરોપી પાસે 30થી વધુ ચોરેલી એક્ટિવા મળી આવી હતી. ચોરી કરેલી આ એક્ટિવા પિરાણા પાસેના ખુલ્લા મેદાનમાં પાર્ક કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી કરોડો રૂપિયાનો માલિક છે. આરોપી પાસે બે મકાન છે, જેમાંથી એક મકાનની કિંમત એક કરોડ 20 લાખ છે ,જ્યારે બીજા મકાનની કિંમત 80 લાખ રૂપિયા છે. આરોપી એકથી બીજા સ્થળે જવા માટે ડુપ્લિકેટ ચાવીની મદદથી એક્ટિવાની ચોરી કરતો હતો. બાદમાં તેના સ્પેર પાર્ટ્સને વેચી મારતો હતો. અગાઉ પણ 100થી વધુ ચોરેલી એક્ટિવા સાથે તેની ધરપકડ કરાઈ હતી.

error: