શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇમેઇલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતા જ પોલીસ સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારનાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇ મેઇલ મળ્યો હતો. આ ઇમેઇલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્ફોટક પ્રદાર્થથી ઉડાવી દેવાનો ઇ મેઈલ મળતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઉલ્લેખનિય છે કે આ સ્થળે શાળાના વિદ્યાર્થીનો એક કાર્યક્રમ ચાલતો હતો. ઈ મેઈલ મળતાં જ સ્કૂલનો એક કાર્યક્રમ રદ્દ કરીને તમામ વિદ્યાર્થી ઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ધમકી ભર્યો ઇમેલ મળતાં જ થોડા સમય સરદાર સ્મૃતિ સ્મારકમાં દોડધામ મચી ગઇ હતી. ધમકીને લઈને તપાસ કરવા માટે માટે ઘટનાસ્થળે બોમ્બ સ્કોડ અને એસ.ઓ.જી ની ટીમ ધટના સ્થળે પહોંચી હતી.