Satya Tv News

ભરૂચ તાલુકાનાં ચવાજ ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર આદિ નામનાં યુવકે હિંદુ નામ રાખી આઈડી બનાવ્યું હતું. જે બાદ યુવકનો સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે સંપર્ક થતા બંને વચ્ચે મેસેજની આપલે શરૂ થઈ હતી. ત્યારે યુવક દ્વારા પોતે પરણીત હોવાની માહિતી છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ સઘળી હકીકતની યુવતીને જાણ થતા યુવતિએ ચાવજ ગામે જઈ યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર બનાવ બાબતે ભરૂચ એસપીને જાણ કરવામાં આવતા આ સમગ્ર મામલે મહિલા પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

ભરૂચ તાલુકાનાં એક ગામે રહેતી યુવતી નોકરી અર્થે ભરૂચ આવતી હતી. ત્યારે યુવતી સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરતી હતી. ત્યારે યુવતીની મુલાકાત સોશિયલ મીડિયા પર આર્ય પટેલ નામનાં યુવક સાથે થઈ હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી.જે થોડા સમય બાદ પ્રેમમાં પરિણમી હતી. ત્યારે થોડા સમય બાદ યુવતીને માલુમ પડ્યું કે તેણે જેની સાથે મિત્રતા કરી છે તેનું સાચુ નામ આદીલ પટેલ છે અને તે ચાવજ ગામનો રહેવાસી છે. તેમજ તે પરણીત હોવાનો ખુલાસો થતા યુવતી ચોંકી ઉઠી હતી.

error: