Satya Tv News

રાજ્યમાં છેલ્લા 2થી 3 દિવસથી તાપમાનનો પારો ગગડતાં ઠંડી વધી રહી છે. આ દરમિયાન ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવી રહ્યાં છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌરાષ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં વલસાડ નવસારી સુરત દમન દાદરા નગર હવેલી ભાવનગર અમરેલી રાજકોટ પણ છુટા છવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે.આવતી કાલથી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે,હાલ પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાઈ રહ્યા છે,અમદાવાદમાં 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.10 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે.

સમગ્ર ઉત્તર ભારતમાં હાલ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. જેના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા છે. દિલ્હી સહિત રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે ઠંડીનું મોજું આવવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે શનિવારે 6 જાન્યુઆરી રાજધાની દિલ્હીમાં ઠંડા દિવસની સ્થિતિ રહેશે. એટલું જ નહીં, આગામી દિવસોમાં વરસાદ પડશે, ત્યારબાદ ઠંડીમાં વધુ વધારો થશે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, 6 જાન્યુઆરી દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢના અલગ-અલગ ભાગોમાં કડકડતી ઠંડીના દિવસો રહેવાની સંભાવના છે. આ સાથે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ધુમ્મસને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.આ સિવાય હિમાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિવિધ ભાગોમાં 7 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ છે.

error: