ગુજરાતીઓને ગમતો તહેવાર ફરી નજીક આવી રહ્યો છે, જે એક માત્ર એવો તહેવાર છે, જે તીથિ પ્રમાણે નહી પરંતુ તારીખ પ્રમાણે આવે છે, જે છે ઉત્તરાયણ. ત્યારે અમદાવાદમાં આવતીકાલથી જ પતંગ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. 7થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ કરશે. આ પતંગ મહોત્સવમાં 55 દેશના 153 પતંગબાજ ભાગ લેશે. 12 રાજ્યના 68 અને ગુજરાતના 865 પતંગબાજ પણ ભાગ લેશે. જેમાં ફ્રાન્સ, તુર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા, થાઇલેન્ડ સહિતના પતંગ બાજો આવેશ. અમદાવાદ સાથે રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની સાથો સાથ હસ્તકલા અને ફૂડસ્ટોલ પણ રાખવામાં આવશે.
પતંગ મહોત્સવમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભૂજ, દાહોદ, જામનગર, કલોલ, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, થાનગઢ, ભરૂચના સ્પર્ધકોએ પતંગ મહોત્સવમાં ભાગ લેશે.
રિવરફ્રન્ટ પર ફ્લાવર શો ચાલી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવ્યો છે. જે 15 જાન્યુઆરી સુધી ચાલશે. આપને જણાવી દઈએ કે, 7 લાખથી વધુ રોપાનો ઉપયોગ કરીને 400 મીટરનું ફલાવર સ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યું છે.