મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગેરકાયદેસર રીતે ચાલતા એક ગર્લ્સ હોમમાંથી ગુજરાત સહિત બાકીના રાજ્યોની 26 છોકરીઓ ગુમ થતાં હડકંપ મચ્યો છે. આ છોકરીઓ ક્યાં ગઈ અને ત્યાંથી કેમ ભાગી તેને લઈને રહસ્ય ઘેરાયું છે. ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા ગર્લ્સ હોમ્સમાં કંઈક અઘટિત થઈ રહ્યું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે ,જોકે તેને લઈને કોઈ સ્પસ્ટ ખુલાસો અપાયો નથી. અઘિટત કામની શંકા એટલા માટે સેવાઈ રહી છે કે ,જે આ અગાઉ પણ આવા જ એક ગર્લ્સ હોમમાં રેકેટ સામે આવ્યું હતું. ત્યારે પણ મોટો હોબાળો મચ્યો હતો.
તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે રેકોર્ડમાં 68 છોકરીઓના નામ નોંધાયા હતા. પરંતુ ત્યાં માત્ર 41 છોકરીઓ જ મળી હતી. ચિલ્ડ્રન હોમની 26 છોકરીઓ વિશે કોઈ માહિતી મળી નથી. બાળ આયોગના અધ્યક્ષે કહ્યું કે, અહીં ગુપ્ત રીતે છોકરીઓને રાખવામાં આવી રહી છે. વળી, તેમને ખ્રિસ્તી ધર્મનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. “ઘણી મુશ્કેલી પછી, પોલીસે એફઆઈઆર નોંધી છે.
ભોપાલના પરવલિયા એરિયામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા છોકરીઓના શેલ્ટર હોમમાં ગુમ થયેલી છોકરીઓ ગુજરાત, ઝારખંડ, ઓડિશા અને મધ્યપ્રદેશના અલગ અલગ શહેરોની છે. તેમની ઉઁમર 6 વર્ષથી 18 વર્ષની વચ્ચેની છે અને 40થી વધુ છોકરીઓ હિન્દુ છે.
ચિલ્ડ્રન હોમના માલિક અનિલ મેથ્યુની જ્યારે ગુમ થયેલી યુવતીઓ અંગે પૂછપરછ કરવામાં આવી તો તે સંતોષકારક જવાબો આપી શક્યો નહીં, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી. એફઆઈઆર અનુસાર, છોકરીઓ માટે સંચાલિત આ બાળગૃહમાં ઘણી અનિયમિતતાઓ જોવા મળી છે
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વિના સંચાલિત ચિલ્ડ્રન હોમમાંથી 26 છોકરીઓના ગાયબ થવાનો મામલો મારા ધ્યાન પર આવ્યો છે. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને હું સરકારને સંજ્ઞાન લઈને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરું છું.