મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું
વૃષભ (બ.વ.ઉ.)
ધનલાભની ઉત્તમ સંભાવના અને સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે તેમજ અધિકારી વર્ગના આશીર્વાદ મળશે, ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકોને પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે અને પારિવારિક જીવન આનંદમય રહેશે તેમજ ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં, અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે
કર્ક (ડ.હ.)
સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો અને પરિવારના સભ્યોથી પરેશાની જણાશે તેમજ લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના તેમજ આર્થિક સંકડામણનો અનુભવ થશે
સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકોને ઘરેલું જીવનમાં શાંતિ જણાશે તેમજ કરેલા રોકાણો લાભદાયી નીવડશે અને કામકાજ માટે યાત્રા થવાની સંભાવના, ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના અને જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે તેમજ ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે, નોકરીયાતને સારો સહયોગ મળશે
તુલા (ર.ત.)
શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના અને પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે તેમજ નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે તેમજ કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે અને ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો અને વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે તેમજ માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે
મકર (ખ.જ.)
આ રાશિના જાતકોને પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી તેમજ મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે અને નજીકના સુખનું જ ધ્યાન કરો
કુંભ (ગ.સ.ષ.શ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે તેમજ રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે અને નવા સંબંધોમાં વૃદ્ધિ થશે
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકોને જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે તેમજ પારિવારિક વૈચારિક મતભેદ રહેશે અને ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે