જોધપુરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એક પરિણીત મહિલાએ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. પરિણીત મહિલાએ આ કેસમાં બે અશ્લીલ વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. લંપટ મેવારામ જૈનનો રેપનો ભોગ બનેલી પીડિતાએ હવે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યાં છે. પીડિતાએ કહ્યું કે મેવારામે તેની સાથે તે જ્યારે સગીર હતી ત્યારે અનેક વાર વાર રેપ કર્યો હતો. પીડિતાનું એમ પણ કહેવું છે કે મેવારામ જૈન સગીરાઓનો શોખીન હતો અને હંમેશા સગીરાની ડિમાન્ડ કરતો. પીડિતાનો એવો પણ આરોપ છે કે મેવારામ તેની દીકરી સામે જ સગીરા સાથે રેપ કરતો.
મેવારામ જૈનના બે અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં મેવરમ જૈન એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો બતાવવામાં આવ્યો છે. મેવારામનો અશ્લિલ વીડિયો વાયરલ થતાં કોંગ્રેસને તેને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો છે. મેવારામ જૈન બાડમેર બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યો છે. આ વખતે પણ તે બાડમેરથી ચૂંટણી લડ્યો હતો પરંતુ ભાજપના બળવાખોર ઉમેદવાર પ્રિયંકા ચૌધરી સામે હારી ગયા ગયો હતો. 70 વર્ષના મેવારામને ગેહલોત સરકારે ગૌ સેવા આયોગના અધ્યક્ષ નિયુક્ત કર્યાં હતા.