Satya Tv News

પોલીસે જણાવ્યું હતું કે મહિલા જૂની દિલ્હીના સદર બજારમાં પુરુષના ચાના સ્ટોલ પર ગ્રાહક હતી. 12, 14 અને 15 વર્ષની વયના ત્રણ છોકરાઓ ચાની કિટલી પર કામ કરતા હતા. 1 જાન્યુઆરીએ, ચાના સ્ટોલના માલિકે આ વિસ્તારમાં કચરો વીણવાનું કામ કરતી મહિલાને કહ્યું હતું કે નવું વર્ષ ઉજવવું છે તેથી એક છોકરીની વ્યવસ્થા કરજે. લારીવાળાએ મહિલાને આ કામ માટે પૈસા પણ આપ્યાં હતા અને ચાની લારી પાછળ એક ઝૂંપડી બનાવી હતી.જે પછી મહિલા કિશોરીને ફસાવીને ચાની લારી પાસે લઈ આવી હતી અને ત્યાં તેની પર ગેંગરેપ કરાવ્યો હતો. ગેંગરેપ બાદ આરોપીઓએ કિશોરીને કોઈને વાત ન કરવાની નહિંતર મારી નાખવાની પણ ધમકી આપી હતી.

ગેંગરેપ બાદ કિશોરી ઉત્તર પશ્ચિમ દિલ્હી સ્થિત તેના ઘરે પરત ફરી હતી અને બે દિવસ સુધી ચૂપ રહી હતી. 5 જાન્યુઆરીએ, જ્યારે તે કચરો લેવા માટે સદર બજારમાં પાછી ફરી, ત્યારે તેણે આ વિસ્તારમાં રહેતી તેની પિતરાઇ ભાઈને આખી વાત કરી હતી. પિતરાઇ ભાઇએ તેના માતાપિતાને જાણ કરી હતી અને પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ગેંગરેપનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ચાની દુકાનનો માલિક છત્તીસગઢનો રહેવાસી છે જ્યારે તેની દુકાનમાં કામ કરતા ત્રણ છોકરાઓ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના છે.

error: