Satya Tv News

8 જાન્યુઆરીના રોજ જન્મદિવસના અવસર પર ‘KGF’ સિરીઝના સુપરસ્ટાર યશ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે ગામના યુવાનોનું એક ગ્રુપ કટ-આઉટ લગાવી રહ્યું હતું. કર્ણાટકના ગડગ જિલ્લાના સુરાંગી ગામમાં યશનું કટઆઉટ લગાવતા સમયે ત્રણ મિત્રોને એક સાથે કરંટ લાગ્યો અને આ કારણે એમનું મોત નીપજ્યું હતું. સાથે જ કહેવાય રહ્યું છે કે વધુ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાત્રીના સમયે અંધારાના કારણે હાઇ ટેન્શન ઇલેકટ્રીક વાયર દેખાતો ન હતો અને આ દુર્ઘટના ઘટી હતી. જ્યારે કટઆઉટ લગાવી રહ્યા હતા ત્યારે અકસ્માતે તેમના બેનરની ફ્રેમ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી ગઈ હતી. આ દરમિયાન બેનર પકડીને ઉભા રહેલ ત્રણેય યુવકો વીજ કરંટ લાગ્યા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.

error: