Satya Tv News

અમદાવાદ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને આમંત્રણ નહીં મળતા છંછેડાયા હતા. ધારાસભ્ય ખેડાવાલાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાઘટનની તકતી પર સ્પ્રે છાંટીને કાળા રંગથી કૂચડો મારવા જેવો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ કોર્પોરેશનના મેયરે ધારાસભ્યના આ પ્રકારના વર્તનને હલકી માનસીકતા રુપ ગણાવ્યુ હતુ.

અમદાવાદ શહેરમાં નવા વધુ એક ડાયાલિસિસ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જોકે આ કેન્દ્રની શરુઆત થાય એ પહેલા જ થોડોક વિવાદ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પોતાને આમંત્રણ નહીં મળ્યાને લઈ રોષે ભરાયા હોય એમ કાળો સ્પ્રે છાંટ્યો હતો. ધારાસભ્ય ખેડાવાલાએ લોકાર્પણની તકતી પર જ કાર્યક્રમ શરુ થાય એ પહેલા જ છાંટી દીધો હતો.

આ પણ વાંચો: લક્ષદ્વીપના ‘બોસ’ કોણ? ગુજરાતના દિગ્ગજ સંભાળે છે દરિયાઈ સૌંદર્ય ધરાવતા સ્થળનું પ્રશાસન, જાણો ધારાસભ્ય ખેડાવાલાએ પહેલાતો અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો તુતુમૈમૈ કરી હતી. બાદમાં તેઓએ તક્તી પર જ કાળો સ્પ્રે છાંટી દીધો હતો. મેયર પ્રતિભા જૈને કહ્યુ હતુ કે, કોંગ્રેસના લોકોની માનસીકતા જ આ પ્રકારની રહી છે. તેઓની હલકી માનસીકતા રહી છે અને આ રીતે વિરોધ કર્યો છે.

error: