3 વર્ષ પહેલા સમસ્તીપુરના મહેશ્વર રાયના લગ્ન બેગુસરાય જિલ્લાના ફાફૌત ગામની રહેવાસી રાણી કુમારી સાથે થયા હતા. લગ્ન પછી બધું બરાબર ચાલી રહ્યું હતું. બંનેને એક પુત્ર છે. પરંતુ છેલ્લાં ત્રણ-ચાર વરસથી પત્ની રાની કુમારીને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાની લત લાગી ગઇ હતી. મહેશ્વર રાયને પત્નીનું આ કામ પસંદ ન હતું. રવિવારે રાત્રે જ્યારે તેણે ના પાડી તો સાસરીયાઓએ પત્નીના કહેવાથી મહેશ્વરની હત્યા કરી નાખી. આ ઘટનાની જાણકારી કોલકાતામાં રહેતા મૃતકના ભાઈને આપવામાં આવી હતી.
મૃતકના ભાઈએ ગ્રામજનોને જાણ કરી હતી અને ત્યારબાદ ગામના લોકો ફાફૌત પહોંચ્યા ત્યારે ત્યાં સાસરીના ઘરેથી મહેશ્વર રાયની લાશ મળી આવી હતી. માહિતી મળ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને લાશને ફફૌત ગામમાં સ્થિત મહેશ્વરના સાસરીના ઘરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે બેગુસરાય મોકલી આપી હતી. પોલીસ સ્ટેશનના વડા મિથિલેશ કુમારે જણાવ્યું હતું કે તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ એ સ્પષ્ટ થશે કે મહેશ્વરની હત્યા થઈ છે કે આત્મહત્યા. હાલ તો પોલીસ મૃતકની પત્ની અને સાળીની કસ્ટડીમાં પૂછપરછ કરી રહી છે.