Satya Tv News

ગાઝામાં ઈઝરાયેલ સેના અને હમાસ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે.હાલમાં આ દરમિયાન એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ નેટફ્લિક્સ વેબ સિરીઝ ફૌદાના અભિનેતા અને સિંગર ઈદાન અમેદી સાથે એક અકસ્માત થયો છે. યુદ્ધ દરમિયાન ગંભીર રીતે ઘાયલ પણ થયો છે.ધ ટાઈમ્સ ઓફ ઈસ્ત્રાઈલના રિપોર્ટ મુજબ અભિનેતા ઈદાન અમેદી ગાઝા પટ્ટીના ખાન યૂનિસમાં હમાસ આતંકવાદીઓ વિરુદ્ધ ઈઝરાયેલ સેનાના સેનિકના રુપમાં લડાઈ લડી રહ્યા હતા. આ વચ્ચે સોમવારના રોજ તેમને ગંભીર રીતે ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત અભિનેતાને હાલમાં હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે.

અભિનેતા ઈદાન અમેદીની ઈજાના સમાચારની તેના પિતાએ પુષ્ટિ કરી છે. આ સિવાય તેના પિતરાઈ ભાઈએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ સમાચાર શેર કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે, તેણે લોકોને અભિનેતાના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.હવે આ પોસ્ટ પર અભિનેતાના ચાહકો તરફથી સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.આતંકવાદીઓ સામે લડી રહેલા અભિનેતાને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

Created with Snap
error: